CA ઇન્ટરમીડિયેટમાં અભય મકવાણા રાજકોટ ટોપર

ધ ઇન્સ્ટિટયૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ ઓફ ઇન્ડિયા દ્વારા આજે CA ફાઉન્ડેશન અને ઇન્ટરમિડીયેટ નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે જેમાં રાજકોટ શહેરનું ફાઉન્ડેશનનું પરિણામ 19.08 ટકા જ્યારે ઇન્ટરમિડીયેટનું પરિણામ 11.26 ટકા જાહેર થયું છે જેમાં સીએ ફાઉન્ડેશનમાં રાજકોટ શહેરના ટોપર તરીકે દેવેન માંડવીયા છે જ્યારે તેનાથી એક સ્ટેપ ઉપર ગણાતા સીએ ઇન્ટરમિડીયેટમાં અભય મકવાણા પ્રથમ ક્રમે રહ્યા છે.

435માંથી 19 વિદ્યાર્થીઓ સફળ રહ્યા રાજકોટ CA બ્રાન્ચના ચેરમેન મૌલિક બગડાઇ અને સેક્રેટરી જયેશ ધનેજાએ જણાવ્યુ હતુ કે, The Institute of Chartered Accountants of India (ICAI) દ્વારા તાજેતરમાં જાહેર કરાયેલા CA ઇન્ટરમિડીયેટ અને CA ફાઉન્ડેશન પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે. જેમાં CA ઇન્ટરમિડીયેટ પરીક્ષામાં રાજકોટ શહેરમાંથી બંને ગ્રૂપ માટે કુલ 435 વિદ્યાર્થીઓ પરીક્ષામાં હાજર રહ્યા હતા. જેમાંથી 19 વિદ્યાર્થીઓ સફળ રહ્યા છે. એટલે કે આશરે 11.26% પરિણામ નોંધાયું છે. જેમાં રાજકોટ શહેરના ટોપર્સમાં અભય મનસુખભાઈ મકવાણાએ 461 ગુણ સાથે પ્રથમ ક્રમાંક મેળવ્યો છે. સાક્ષી ચિરાગ શાહે 432 ગુણ સાથે દ્વિતીય ક્રમાંક મેળવ્યો છે. જ્યારે સંકેત મનોજભાઈ પરમારે 427 ગુણ સાથે તૃતીય ક્રમાંક મેળવ્યો છે.

CA ફાઉન્ડેશન પરીક્ષામાં 250 વિદ્યાર્થી સફળ આ જ રીતે CA ફાઉન્ડેશન પરીક્ષામાં રાજકોટ શહેરમાંથી કુલ 1,310 વિદ્યાર્થીઓ પરીક્ષામાં હાજર રહ્યા હતા. જેમાંથી 250 વિદ્યાર્થીઓ સફળ રહ્યા છે. એટલે કે આશરે 19.08% પરિણામ નોંધાયું છે. જેમાં રાજકોટ શહેરમાં દેવેન સુરેશભાઈ માંડવિયાએ પ્રથમ ક્રમાંક, બિરેન નરેન્દ્રભાઈ રાજવીરે દ્વિતીય ક્રમાંક અને ઋષિ ભવિનભાઈ લાઠીયાએ તૃતીય ક્રમાંક મેળવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *