રાજકોટમાં સદ્ભાવના વૃદ્ધાશ્રમના લાભાર્થે 23 નવેમ્બરથી 1 ડિસેમ્બર સુધી માનસ સદ્ભાવના કથાનું આયોજન કરાયું છે. આ કથા વૃદ્ધો અને વૃક્ષો માટે કરવામાં આવી રહી છે. આ કથામાં રાજકોટ સહિત દેશ-વિદેશમાંથી પણ મહેમાનો અને લોકો ઉપસ્થિત રહેશે. ત્યારે રાજકોટથી શ્રાવકો વિનામૂલ્યે કથા સ્થળે પહોંચી શકે અને ત્યાંથી પરત ફરી શકે તે માટે રાજકોટમાં 8 સ્થળે બસ પોઈન્ટ ઊભા કરવામાં આવ્યા છે. લોકોને તકલીફ ન પડે તે હેતુથી આ સુવિધા ઊભી કરવામાં આવી છે. કથાનો સમય 23 નવેમ્બરે સાંજે 4.00થી 6.30 સુધી અને 24 નવેમ્બરથી 1 ડિસેમ્બર સુધી સવારે 10.00થી 1.30 સુધીનો છે. આથી બસ નક્કી કરેલા સ્થળેથી 23 નવેમ્બરે બપોરે 2.30 કલાકે અને 24 નવેમ્બરથી 1 ડિસેમ્બર સુધી સવારે 8.30 કલાકે ઉપડશે.
1 મવડી ગામથી બાપા સીતારામ ચોક, બાલાજી હોલ, બિગબજાર, કે.કે.વી.હોલ, સ્વામિનારાયણ મંદિર, મહિલા કોલેજ થઇને રેસકોર્સ ગ્રાઉન્ડ
2 પી.ડી.માલવિયાથી ગોકુલધામ, સ્વામિનારાયણ ચોક, આનંદ બંગલા ચોક, ત્રિશૂલ ચોક, વિરાણી ચોક, એસ્ટ્રોન ચોક, થઈને કથા સ્થળ
3 કોઠારિયા ગામથી રણુજા મંદિર, કોઠારિયા ચોકડી, નંદા હોલ, નીલકંઠ ટોકિઝ, સત્ય વિજય આઈસક્રીમ, મહારાણી લક્ષ્મીબાઈ સ્કૂલ થઇ કથા સ્થળ
4 જીવરાજ પાર્કથી શરૂ કરી શાસ્ત્રીનગર, નાનામવા સર્કલ, રાજનગર ચોક, લક્ષ્મીનગર ચોક થઇને રેસકોર્સ ગ્રાઉન્ડ કથા સ્થળ
5 માધાપર ચોકડીથી શરૂ કરી માધાપર ચોકડી, અયોધ્યા ચોક, શીતલ પાર્ક, રામાપીર ચોક, નાણાવટી ચોક, રૈયા ચોકડી થઈને રેસકોર્સ ગ્રાઉન્ડ કથા સ્થળ
6 ઉપલાકાંઠાથી રામદેવપીર મંદિર, ભગીરથ સોસાયટી, ત્રિવેણી ગેટ, જલગંગા ચોક, બાલક હનુમાન સર્કલ થઈને રેસકોર્સ ગ્રાઉન્ડ કથા સ્થળ
7 રેલનગર પેટ્રોલપંપથી આસ્થા ચોક, આંબલિયા હનુમાન-જંક્શન, પેટ્રોલ પંપ પાસે થઈને રેસકોર્સ ગ્રાઉન્ડ