વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં મહાનગરપાલિકાની ઢોર પાર્ટીએ પકડેલી ગાયને હથિયારધારી પોલીસની હાજરીમાં ચપ્પુ વડે દોરડું કાપીને છોડાવી ગયો હતો. જેને પગલે પોલીસે માતા-પુત્ર સામે ગુનો દાખલ કર્યો હતો અને પુત્રની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે.
ખુલ્લા રખડતાં ઢોરને પકડવાની કામગીરી માટે નીકળ્યા હતા વડોદરા મહાનગરપાલિકામાં કેટલ ઇન્સ્પેકટર તરીકે ફરજ બજાવતા અમિત રમેશભાઇ બ્રહ્મદ (ઉ.41)એ ગોરવા પોલીસ સ્ટેશનમાં નોંધાવીની ફરિયાદમાં જણાવ્યું કે, અમારી સાથે પોલીસ બંદોબસ્તમાં SRP ગાર્ડ ASI પ્રવિણ રાઠવા અને નંદેસરી પોલીસ સ્ટેશનના ASI મુળજીભાઈ અને ઢોર પાર્ટીના માણસો સાથે વડોદરા શહેરમાં ખુલ્લા રખડતાં ઢોરને પકડવાની કામગીરી માટે નીકળ્યા હતા.
આ દરમિયાન અમને BSNLની ઓફિસમાંથી ફરિયાદ આવી હતી કે, અમારા BSNL કમ્પાઉન્ડમાં કેટલીક ખુલ્લી ગાયો ફરે છે અને ગંદવાડો કરે છે, જેથી અમે અમારી ટીમ લઈને સુભાનપુરા પાણીની ટાંકી પાસે પહોંચતા ત્યાં રોડ પર કેટલીક ખુલ્લી ગાયો રખડતી હતી, જેથી અમારી ટીમ તેઓને પકડવા ગઈ હતી, ત્યાં હાજર આ ગાયોના માલિક ભાવેશભાઇ ફૂલાભાઈ રબારી તેમની ગાયો ભગાડવા લાગ્યા હતા, પરંતુ અમારી ટીમે ભાવેશભાઇ રબારીની બે ગાયો પકડી લીધી હતી.
ગાયનો રસ્સો કાપીને ગાય પોતાની સાથે ભગાડી ગયો હતો એક ગાયને અર્બુદાનગર સોસાયટી પાસે બાંધી દીધી હતી અને બીજી ગાય સુભાનપુરા પાણીની ટાંકી પાસે બાંધી હતી. જેમાંથી અર્બુદાનગર સોસાયટી પાસે બાંધેલી ગાયને પોલીસ બંદોબસ્તની હાજરીમાં ભાવેશ રબારી તથા તેમની માતા દ્વારા ગેરવર્તણૂક કરી અને દાદાગીરી કરી બાંધી હતી અને ગાયનો રસ્સો કાપીને ગાય પોતાની સાથે ભગાડી ગયો હતો. ત્યારબાદ BSNL ઓફિસની ફરિયાદ આધારે સ્થળ પર ચકાસણી કરતા અસંખ્ય ગાયો ખુલ્લી રખડતી હતી. જેથી અમોએ અમારી બીજી ટીમ પણ બોલાવી લીધી હતી અને પોલીસ કંટ્રોલ રૂમમાં પણ ફોન કરી દીધો હતો.