સાધુના આશ્રમ પર 17 ઓક્ટોબરે બુલડોઝર ફરશે

રાજકોટના કાલાવડ રોડ પર કાર રિવર્સ લેવાનું કહી આતંક મચાવનાર સાધુ યોગી ધર્મનાથની પોલીસે અગાઉ ધરપકડ કરી હતી. બાદમાં આ સાધુ દ્વારા લોધિકાના વાગુદડ આશ્રમમાં ગાંજો વાવવામાં આવ્યો હોવાનો ઘટસ્ફોટ થયો હતો. આ ઘટના બાદ ઘટસ્ફોટ થયો હતો કે 3,000 ચોરસમીટર એટલે કે 1 એકર જગ્યામાં પથરાયેલો આશ્રમ સરકારી ખરાબા પર હતો. મામલતદાર દ્વારા ત્રણ-ત્રણ વખત નોટિસ આપ્યા બાદ કોઈ જવાબ ન મળતાં હવે 17 ઓક્ટોબરે આશ્રમ પર બુલડોઝર ફેરવવામાં આવશે.

લોધિકાના મામલતદાર ડી.એન. ભાડે જણાવ્યું હતું કે રૂટિન મુજબ ત્રણ નોટિસ આપી પૂરતો સમય આપ્યો કે પુરાવા રજૂ કરો અને અંતિમ નોટિસ આપી, જેની સમયમર્યાદા પૂર્ણ થઈ ગઈ છે. બાદમાં હવે આગામી ગુરુવારે સવારે 9 વાગ્યે દબાણવાળી તમામ જગ્યા દૂર કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *