વાજડીવડના ધમાલિયા મહંતના આશ્રમ પર આવતા સપ્તાહે બુલડોઝર ફરી વળશે

રાજકોટ શહેરના મહિલા કોલેજ ચોકમાં થોડા દિવસ પૂર્વે રોંગ સાઇડમાં કાર ચલાવી જીએસટીના અધિકારીની કારમાં તોડફોડ કરવાના વિવાદમાં સંડોવાયેલા વાજડીવડના મહંતના આશ્રમનું બાંધકામ સરકારી જમીનમાં હોવાનું સાબિત થતા હવે તેમની સામે હુકમ કરી કલમ-202 મુજબની નોટિસ આપી આવતા સપ્તાહે તે તોડી પાડવાનો નિર્ણય કરાયો છે.

​​​​​​​રાજકોટ શહેરના મહિલા કોલેજ ચોકમાં થોડા દિવસ પૂર્વે રોંગ સાઇડમાં કાર ચલાવી જીએસટીના અધિકારીની કારમાં તોડફોડ કરવાના વિવાદમાં સંડોવાયેલા વાજડીવડના મહંતના આશ્રમનું બાંધકામ સરકારી જમીનમાં હોવાનું સાબિત થતા હવે તેમની સામે હુકમ કરી કલમ-202 મુજબની નોટિસ આપી આવતા સપ્તાહે તે તોડી પાડવાનો નિર્ણય કરાયો છે.

લોધિકા તાલુકા મામલતદારે માહિતી આપતા જણાવ્યું હતું કે, મહંતની માથાકૂટ બાદ વાગુદળથી વાજડીવડ ગામે જતા માર્ગ પર આવેલા તેમના આશ્રમની જગ્યા સરકારી ખરાબાની જમીનમાં હોવાની વિગતો પ્રકાશમાં આવી હતી. આથી જિલ્લા કલેક્ટરની સૂચના બાદ સ્થળ તપાસ કરી વિવાદિત મહંત યોગી ધર્મનાથને નોટિસ આપવામાં આવી હતી અને જમીનના આધાર-પુરાવા રજૂ કરવા તાકીદ કરાઇ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *