રાજકોટના ઉદ્યોગકારોની દૃષ્ટિએ બજેટ

રાજકોટ MSMEનું હબ માનવામાં આવી રહ્યું છે અને આજના બજેટથી MSME ક્ષેત્રને કેટલીક આશા અપેક્ષાઓ હતી જે પૈકી કેટલીક પૂર્ણ થઈ છે અને કેટલીક અધૂરી રહી હોવાનું વેપારી આગેવાનો માની રહ્યા છે. જ્યારે સોના અને ચાંદી પર કસ્ટમ ડ્યૂટી ઘટાડીને 6% અને પ્લેટિનમ પર 6.5% કરવામાં આવશે તેનાથી રાજકોટની પ્રખ્યાત સોની બજારના વેપારીઓને ફાયદો થશે તેવું માની રહ્યા છે.

રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વી.પી. વૈષ્ણવે જણાવ્યું હતું કે, આજે જે બજેટ રજૂ કરવામાં આવ્યું તેમાં નાણામંત્રી દ્વારા તમામ લોકોને ધ્યાનમાં રાખી બજેટ જાહેર કરવામાં આવ્યું છે. આજના બજેટથી MSME ઇન્ડસ્ટ્રીને પ્રતિકાર મળશે. MSME ઇન્ડસ્ટ્રીને બુસ્ટ મળે એ માટે પ્રયત્ન કરવામાં આવ્યું છે. આજના બજેટમાં ખેડૂતોને પણ ધ્યાનમાં રાખી ખેડૂતલક્ષી જાહેરાત કરવામાં આવી છે. જે રાજ્યોમાં વધુ વરસાદ પડતો હોય છે તેવા રાજ્યો માટે ખાસ જાહેરાત કરવામાં આવી છે. જ્યારે યુવાનોને રોજગારી માટે પણ તકેદારી રાખી ખાસ જાહેરાત કરવામાં આવી છે. આજના બજેટથી MSME ક્ષેત્રને 100% ફાયદો અપાવનારું છે. MSME ક્ષેત્ર માટે ફંડનું જે પ્લાનિંગ કરવામાં આવ્યું છે તેનાથી આવતા દિવસોમાં રાજકોટ વિકાસનું હબ બનશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *