શુક્રવારે જિલ્લાના સીઆરસી અને શિક્ષકો માટે ફાયર સેફ્ટીનો ડેમો આપવાનું આયોજન ગોંડલ રોડ પર આવેલા સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે કરાયું હતું. શાળાઓમાં પણ સલામતી બાબતે નક્કર પગલાં લેવાય અને જાગૃતિ આવે તેના માટે આ ડેમો કરાયો હતો. ‘સક્ષમ શાળા’ તાલીમ દરમિયાન મુખ્ય ચાર ઘટકો સ્વચ્છ, ત્વરિત, સલામતી અને સ્થાયીનો કોન્સેપ્ટ સમજીને શિક્ષણ સાથે સલામત શાળાના હેતુને સાર્થક કરવા જણાવ્યું હતું. ડેમો દરમિયાન ફાયર વિભાગના નિષ્ણાતોએ શિક્ષકો, શિક્ષણના કર્મચારીઓને આકસ્મિક ઘટના બને ત્યારે સાવચેતી અંગેનું માર્ગદર્શન આપ્યું હતું.