બોર્ડની પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓની સાથે સાથે વાલીઓને પણ ઘણી ચિંતા સતાવતી હોય છે. રાજકોટના આશરે 272 જેટલા વિદ્યાર્થી અને વાલીઓએ તેમને સતાવતી સમસ્યા જેવી કે ચિંતા, તણાવ, શારીરિક દબાણ માટે મનોવૈજ્ઞાનિક નિષ્ણાતની મદદ માગી હતી. યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનના પ્રોફેસરો-વિદ્યાર્થીઓએ બોર્ડના છાત્રો અને વાલીઓની જુદી જુદી સમસ્યાનું સમાધાન કર્યું હતું. મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ પ્રો. યોગેશ જોગસણ અને ધારા દોશીને મળવા આવેલા તેમજ ટેલિફોનિક અને રૂબરૂ ઉકેલ આપ્યા હતા.
35.82% વિદ્યાર્થીઓને સમયનો અભાવની સમસ્યા લાગે છે.
32.26% વિદ્યાર્થીઓ ચિંતા અને માનસિક દબાણ અનુભવે છે.
19.35% વિદ્યાર્થીઓને ઊંઘનો અભાવ લાગે છે.
23.30% વિદ્યાર્થીઓ યોગ્ય તૈયારીનો અભાવ અનુભવે છે.
21.86% વિદ્યાર્થીઓ વિષયમાં મુશ્કેલી અનુભવે છે
12.90% વિદ્યાર્થીઓ કૌટુંબિક કે સામાજિક દબાણ અનુભવે છે.
16.13% વિદ્યાર્થીઓ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ અનુભવે છે.
19.35% વિદ્યાર્થીઓ આત્મવિશ્વાસનો અભાવ અનુભવે.
12.90% વિદ્યાર્થીઓ ડિપ્રેશન અનુભવે છે.