ભારતીયો પર બોસ્ટન ગ્રૂપનો રિપોર્ટ

અમેરિકામાં ભારતીયોનું વર્ચસ્વ દરેક ક્ષેત્રમાં વધી રહ્યું છે. પ્રથમ વખત અમેરિકાની ટોચની 50 કોલેજોમાંથી 35માં ભારતીય મૂળના પ્રિન્સિપાલ છે. આ કોલેજોમાં સ્ટેનફોર્ડ, પેન, પેન્સિલ્વેનિયા અને ટફ્સ સામેલ છે. હાયર એજ્યુકેશનમાં 25 હજાર ભારતીય ફેકલ્ટી મેમ્બર છે. આ કોઈ પણ પ્રવાસી જૂથમાં સૌથી વધુ છે.

અમેરિકામાં 80% ભારતીયો પાસે સ્નાતકની ડિગ્રી છે જ્યારે રાષ્ટ્રીય સરેરાશ 36% છે. બોસ્ટન કન્સલ્ટિંગ ગ્રૂપ દ્વારા ભારતીયો પર હાથ ધરાયેલા અભ્યાસમાં આ હકીકતો સામે આવી છે. આ રિપોર્ટ રાષ્ટ્રપતિ જો બાઈડેનને સોંપવામાં આવ્યો છે. રિપોર્ટ મુજબ, ભારતીયોએ આઈટી સેક્ટરમાં પરંપરાગત પ્રભુત્વ બાદ હવે શિક્ષણ જગતમાં સૌથી વધુ સ્થાન બનાવી રહ્યા છે.

દર વર્ષે 2 લાખ 70 હજાર ભારતીય વિદ્યાર્થીઓ અમેરિકામાં અભ્યાસ માટે આવી રહ્યા છે, જે કોઈ પણ ઈમિગ્રન્ટ્સમાં સૌથી વધુ છે. રાષ્ટ્રપતિ બાઈડેના પ્રશાસનમાં 150 ભારતીયો મહત્ત્વના હોદ્દા પર છે. જ્યારે ટ્રમ્પ વહીવટીતંત્ર દરમિયાન 100થી ઓછા ભારતીયો મહત્ત્વના હોદ્દા પર હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *