ઘરકંકાસથી કંટાળી પરિણીતાએ જીવન ટૂંકાવ્યું

આત્મહત્યાનો વધુ એક બનાવમાં ગોંડલ હાઇવે ઉપર પરિન ફર્નિચરની પાછળ મહમદીબાગમાં રહેતા 27 વર્ષીય શાહીનાબેન રિયાઝભાઈ રાઠોડ પોતાના ઘરે હતા ત્યારે દુપટ્ટા વડે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બનાવ અંગે પરિવારને જાણ થતા તેમને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પરંતુ સારવાર કારગત ન નીવડતા તેમનું મોત નિપજ્યું હતું. બનાવ અંગે તાલુકા પોલીસને જાણ થતા સ્ટાફ દોડી આવ્યો હતો અને જરૂરી કાર્યવાહી કરી મૃતદેહ પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. મૃતકના આ પગલાંથી તેની પાંચ વર્ષની પુત્રી માતા વિહોણી બની છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *