ગોંડલમાંથી 6 દિવસ પહેલા ગુમ થયેલા યુવકની તરઘડિયા પાસેથી લાશ મળતાં અનેક તર્ક-વિતર્ક શરૂ થયા છે.
આ ઘટના અંગે અગાઉ ગોંડલમાં રહેતા રતનલાલ શંકરલાલ જાટએ એસપીને કરેલી લેખિત ફરિયાદમાં જણાવ્યું હતું કે તેમનો પુત્ર રાજકુમાર 2 માર્ચે મંદિરે ગયો હતો અને મોબાઈલ મંદિરમાં અંદર જ ભૂલી ગયો હોવાથી જયારે મેં ફોન કર્યો તો પૂજારીએ ઉપાડ્યો અને કહ્યું કે તેમનો પુત્ર ફોન ભુલી ગયો છે. આથી હું હનુમાન મંદિરે પહોંચ્યો હતો અને બાદમાં અમે બન્ને બાઇક પર પાછા આવતા હતા ત્યારે રાજકુમાર બાઇક ઝડપથી ચલાવતો હોઇ, હું જયરાજસિંહના બંગલા સામે ગાડી ઉભી રખાવી પુત્રને સમજાવતો હતો ત્યારે જયરાજસિંહના બંગલામાંથી કેટલાક લોકો બહાર આવ્યા અને પુત્રને અંદર લઇ ગયા. અને મારા પુત્રને મારવા લાગ્યા. બીજા દિવસે સવારે અમે પુત્રને જોવા રૂમમાં ગયા ત્યારે ત્યાં તે ન હતો. આથી તરત જ પોલીસમાં ગુમશુદા નોંધાવી હતી. પિતાની ફરિયાદના પગલે સ્થાનિક પોલીસની સાથે તપાસમાં એલસીબી પણ જોડાઇ હતી.