બિઝનેસમેનના ફ્લેટના ફાઉન્ટેનમાંથી મળી મહિલાની લાશ

શનિવારે સવારે ગાઝિયાબાદની સૌથી પોશ એટીએસ એડવાન્ટેજ સોસાયટીમાંથી એક મહિલાની લાશ મળી હતી. આ લાશ ગ્રાઉન્ડ ફ્લોરની બહાર બિઝનેસમેનના ફાઉન્ટેન(ફુવારા)માં પડી હતી. સીસીટીવીમાં મહિલા નીચે પડતી દેખાઈ રહી છે, પરંતુ તે પોતે પડી ગઈ કે કોઈએ તેને જાણીજોઈને ધક્કો માર્યો એ અંગે પોલીસ તપાસ કરી રહી છે. જોકે હજુ સુધી લાશની ઓળખ થઈ શકી નથી. પોલીસે લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધી છે.

ઈન્દિરાપુરમ વિસ્તારમાં આવેલી ATS સોસાયટીના 11મા ટાવરમાં અમિત જૈનનો ફ્લેટ ગ્રાઉન્ડ ફ્લોર પર છે. અમિત જૈન મોટા-મોટા ટ્રેડ ફેરમાં કેનઓપી લગાવવાનું કામ કરે છે. તેમણે પોતાના ફ્લેટની બહાર સોસાયટીના કોમન એરિયામાં એક નાનો ફાઉન્ટેન બનાવડાવ્યો છે. અમિત હાલ કારોબારને લીધે ઇજિપ્ત ગયા છે, જ્યારે ઘરમાં પત્ની અને બાળકો હાજર છે.

શનિવારે સવારે 8.30 વાગ્યાની આસપાસ આ ફુવારામાં એક મહિલાની લાશ પડી હતી. માથા પર ઈજાનાં નિશાન હતાં, જેમ કે ઉપરથી પડ્યા પછી થાય છે. મહિલાની ઉંમર 30 વર્ષની આસપાસ હોવાનું કહેવાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *