15 ડિસે. સુધીમાં વાર્ષિક નિરીક્ષણ અહેવાલ મોકલવા બોર્ડનો આદેશ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોનું વાર્ષિક મૂલ્યાંકનનો સાચો ચિતાર શિક્ષણ બોર્ડ પાસે રહે તે માટે વાર્ષિક નિરીક્ષણ અહેવાલને ઓનલાઇન ભરવાનો શિક્ષણ બોર્ડે આદેશ કર્યો છે. પહેલાં સ્કૂલો ફિઝિકલી એટલે કે લેખિતમાં અહેવાલ બોર્ડને મોકલતી હતી, પરંતુ ગત વર્ષથી બોર્ડ સ્કૂલો પાસે વાર્ષિક અહેવાલ ઓનલાઇન મગાવી રહી છે. આ વખતે પણ બોર્ડે વાર્ષિક અહેવાલ ઓનલાઇન મગાવ્યો છે. આ અહેવાલ સ્કૂલોએ 15 ડિસેમ્બર સુધીમાં બોર્ડને મોકલવાનો રહેશે.

અહીંયા સ્કૂલોમાં માળખાકીય સુવિધાઓ, શિક્ષણની ગુણવત્તા, વિદ્યાર્થી શિક્ષકની સંખ્યા, વાર્ષિક કાર્યક્રમો સહિતની તમામ વિગતો દર્શાવતો વાર્ષિક નિરીક્ષણ અહેવાલ તમામ સ્કૂલોએ તૈયાર કરવાનો હોય છે. આ અહેવાલ તૈયાર થયા બાદ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીએ મોકલી આપવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *