BLAએ 14 પાકિસ્તાની સૈનિકોની હત્યાની જવાબદારી સ્વીકારી

બલૂચ લિબરેશન આર્મી (BLA)એ 14 પાકિસ્તાની સૈનિકોની હત્યાની જવાબદારી સ્વીકારી છે. 9 મેના રોજ બલૂચિસ્તાનના પંજગુર જિલ્લામાં પાકિસ્તાન આર્મીના વાહન પર હુમલો થયો હતો.

BLAએ 14 મેના રોજ સેનાના કાફલા પર થયેલા હુમલાનો એક વીડિયો પણ જાહેર કર્યો હતો. બલૂચ આર્મીએ પાકિસ્તાની સેના સામેના તેના હુમલાઓને ઓપરેશન હીરોફ નામ આપ્યું છે.

ઓપરેશન હીરોફ હેઠળ છેલ્લા કેટલાક અઠવાડિયામાં બલૂચિસ્તાન પ્રાંતમાં 58થી વધુ સ્થળોએ થયેલા 78 સંકલિત હુમલાઓની જવાબદારી BLAએ સ્વીકારી છે.

11 મેના રોજ BLA દ્વારા જારી કરાયેલા નિવેદન અનુસાર, આમાં કેચ, પંજગુર, મસ્તુંગ, ક્વેટા, જામુરન, તોલાંગી, કુલુકી અને નુશ્કી વિસ્તારોનો સમાવેશ થાય છે.

અહીં BLAએ પાકિસ્તાની સેના, ગુપ્તચર મથકો અને સ્થાનિક પોલીસ સ્ટેશનોને નિશાન બનાવ્યા છે. આ નિવેદનમાં BLAએ પાકિસ્તાનને વૈશ્વિક આતંકવાદીઓનો ગઢ ગણાવ્યું. તેમજ આંતરરાષ્ટ્રીય સમુદાય પાસેથી તેને આતંકવાદી દેશ જાહેર કરવાની માગ કરી.

BLAએ કહ્યું કે તેઓ ભવિષ્યમાં પણ પાકિસ્તાની સેના અને તેમના સાથીઓ પર આવા હુમલા ચાલુ રાખશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *