BLA પર પ્રતિબંધ મૂકવાના પ્રસ્તાવને અમેરિકાએ વીટો કર્યો

અમેરિકાએ સંયુક્ત રાષ્ટ્રમાં બલૂચિસ્તાન લિબરેશન આર્મી (BLA) અને તેના આત્મઘાતી યૂનિટ માજીદ બ્રિગેડ પર પ્રતિબંધ મૂકવાના પ્રસ્તાવ પર રોક લગાવી દીધી છે.

આ પ્રસ્તાવ પાકિસ્તાન અને ચીન દ્વારા સંયુક્ત રીતે સુરક્ષા પરિષદ (UNSC)ની બેઠકમાં રજૂ કરવામાં આવ્યો હતો. બંને દેશોએ BLAને પ્રતિબંધિત સંગઠન જાહેર કરવાની માગ કરી હતી.

UNSCની બેઠકમાં પાકિસ્તાને દાવો કર્યો હતો કે બીએલએ, મજીદ બ્રિગેડ, અલ-કાયદા અને તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન જેવા આતંકવાદી સંગઠનો અફઘાન ધરતીથી કાર્યરત છે અને સરહદ પારથી હુમલાઓ કરી રહ્યા છે.

તેમણે આરોપ લગાવ્યો છે કે અફઘાનિસ્તાનથી ફેલાઈ રહેલો આતંકવાદ પાકિસ્તાનનો સૌથી મોટો સુરક્ષા પડકાર છે.

અમેરિકાની સાથે બ્રિટન અને ફ્રાન્સે પણ આ પ્રસ્તાવનો વિરોધ કર્યો છે. અમેરિકાએ અગાઉ ગયા મહિને BLA અને માજીદ બ્રિગેડને વિદેશી આતંકવાદી સંગઠનો (FTO) તરીકે નિયુક્ત કર્યા હતા.

બલૂચિસ્તાનની સ્વતંત્રતા માટે લડવા માટે બલૂચ આર્મી પાકિસ્તાનમાં હુમલાઓ ચાલુ રાખે છે, જેમાં ઘણા આત્મઘાતી હુમલાઓનો સમાવેશ થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *