છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતી નિમિત્તે શ્રી છત્રપતિ મહારાજ યુવક મંડળના ઉપક્રમે દેશમુખ પોઈન્ટ ચાર રસ્તા ખોખરા ખાતે શિવાજી મહારાજની મૂર્તિને પુષ્પાંજલિ અર્પણ કરી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મ્યુનિસિપલ કાઉન્સિલર કમલેશ પટેલ, પૂર્વ મ્યુનિસિપલ કાઉન્સિલર જ્યોર્જ ડાયસ શૈલેષ સિંદે, અર્ચિત દેશમુખ, ગોરવ પીવેકર, દુરઈ સ્વામી ગ્રામણી, વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.