રાજકોટ નજીક શાપર-વેરાવળના પારડી પાસે હિટ એન્ડ રનનો બનાવ બન્યો હતો. કારે ઠોકરે લેતા રાજકોટમાં કોઠારિયા સોલ્વન્ટ પાસે રહેતા યુવકનું મોત નીપજ્યું હતું જ્યારે તેના પિતરાઇ ભાઇને ઇજા થતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો છે.
કોઠારિયા સોલવન્ટ પાસે સીતારામ મેઇન રોડ પર શિવમનગરમાં રહેતા રામ આશિષ નાનબાબુ શર્મા (ઉ.20) તા.3ના રોજ તેના પિતરાઇ ભાઇ અક્ષય સાથે બાઇક લઇને જતો હતો ત્યારે શાપર પાસે પારડી નજીક પુલ પાસે કારે ઠોકરે લેતા બન્નેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. જેમાં ગંભીર રીતે ઘવાયેલા રામ આશિષનું મોત નીપજ્યું હતું. બનાવને પગલે શાપર-વેરાવળ પોલીસ મથકના એએસઆઇ ચૌહાણ સહિતના સ્ટાફે તપાસ કરતા મૃતક બે ભાઇ એક બહેનમાં મોટો હતો અને તેના પિતા ચાની હોટેલ ચલાવતા હોવાનું અને મૂળ યુપીના હોવાનું પરિવારે જણાવ્યું હતું.