વડોદરામાં બિહાર જેવા દૃશ્યો

વડોદરા શહેરમાં બે શખ્સો શાકભાજીના વેપારીઓ પાસેથી તેમના વેપારના ભેગા થયેલા રૂપિયાની લૂંટ ચલાવતા હતા. બાપોદ પોલીસે ગણતરીના કલાકોમાં આરોપી સુફીયાન મંહમદ હુસૈન સૈયદની ધરપકડ કરી છે અને બીજા આરોપીની શોધખોળ શરૂ કરી છે. આ આરોપીઓ ચપ્પુ અને તલવારની અણીએ શાકભાજીના વેપારીઓ પાસેથી લૂંટ ચલાવતા હતા. આ દરમિયાન વડોદરા શહેરમાં ખુલ્લી તલવાર સાથે ધાકધમકી આપતો વીડિયો વાઇરલ થયો છે.

શાકભાજીના વેપારીઓ પાસે લૂંટ ચલાવતા
મૂળ ઉત્તરપ્રદેશના અને હાલ વડોદરાના આજવા રોડ પર આવેલ સવિતાપાર્ક સોસાયટીમાં રહેતા નિર્ભાનસિંહ જયસિંહ પાલ (ઉ.28) એ બાપોદ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, હું આજવા રોડ પર આવેલ નવજીવન બસ સ્ટેન્ડ પાસે હનુમાનજી મંદિર આગળ છેલ્લા 5 વર્ષથી ફ્રુટની લારી રાખીને વેપાર કરું છું. હું મારી ફ્રુટની લારી સવારે 10 વાગ્યે લગાવુ છું અને રાત્રે 10 વાગ્યે લારી બંધ કરી લારી લઈ ઘરે જતો રહું છું. 8 ડિસેમ્બરના રોજ સવારના આશરે 10 વાગ્યે મેં મારી ફ્રુટની લારી હનુમાનજી મંદિર પાસે લગાવી હતી અને વેપાર કરતો હતો.

તે વખતે બપોરના આશરે 12 વાગ્યાની આસપાસ સુફિયાન સૈયદ અને જાફર ઘાંચી એક્ટિવા લઈને આવ્યા હતા અને મારી લારી પાસે આવીને એક્ટિવા ઉભી રાખી હતી અને એક્ટિવા પરથી બંને જણા નીચે ઉતર્યા હતા અને એક્ટિવાના પગ મુકવાની જગ્યાએથી સુફિયાને મોટુ ચપ્પુ કાઢ્યું હતુ .બંને જણા મારી પાસે આવીને જાફરે મને કમરમાંથી પકડી રાખ્યો હતો અને સુફિયાને તેના હાથમા રહેલ ચપ્પુની અણી મારા પેટના ભાગે રાખી હતી અને કહ્યું હતુ કે, પૈસા લાવ નહીં, તો ચપ્પુ મારી દઇશ. જો કે, મેં પૈસા ન આપતા તેણે બળજબરીથી મારા પેન્ટના અને શર્ટના ખિસ્સામાં તેનો હાથ નાખી મારા વેપારમાંથી ભેગા થયેલા 1200 રૂપિયા તેને લઇ લીધા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *