બાઇડનના પુત્ર પર ડ્રગ્સ અને બનાવટી ટેક્સનો આરોપ

અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડને કહ્યું છે કે જો તેમનો પુત્ર હન્ટર બાઇડન બંદૂકની તપાસમાં દોષી સાબિત થશે તો તેઓ તેને ક્યારેય માફ નહીં કરે. ફ્રાંસના પ્રવાસે ગયેલા અમેરિકન રાષ્ટ્રપતિએ એક ટીવી ઈન્ટરવ્યૂમાં આ વાત કહી. બાઇડનનો પુત્ર હન્ટર ડ્રગ્સ લેવા, ખોટી માહિતી આપીને બંદૂક ખરીદવા અને બનાવટી ટેક્સ ભરવા જેવા કેસનો સામનો કરી રહ્યો છે.

એબીસી ન્યૂઝ એન્કરે બાઇડનને એક એક્સક્લુઝિવ ઈન્ટરવ્યૂમાં પૂછ્યું કે શું તેઓ ડેલાવેયર રાજ્યમાં તેમના પુત્ર વિરુદ્ધ ચાલી રહેલા ટ્રાયલનો ચુકાદો સ્વીકારવા તૈયાર છે કે નહીં? આ માટે તેમણે ‘હા’ કહ્યું. વધુમાં, જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું તેઓ તેમના પુત્ર હન્ટરને માફ નહીં કરે? તો આ પર પણ તેમનો જવાબ ‘હા’ હતો.

હન્ટર બાઇડન પર ઓક્ટોબર 2018માં કોલ્ટ કોબ્રા હેન્ડગન ખરીદતી વખતે સાચી માહિતી છુપાવવાનો આરોપ છે. તેના પર આરોપ છે કે તે દરમિયાન તે ડ્રગ્સનો વ્યસની હતો અને નિયમિત રીતે ડ્રગ્સનું સેવન કરતો હતો. હકીકતમાં, અમેરિકન કાયદા અનુસાર જે વ્યક્તિ ડ્રગ્સનું સેવન કરતો હોય તે વ્યક્તિ બંદૂક કે કોઈ ઘાતક હથિયાર પોતાની પાસે રાખી શકતો નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *