રાજકોટમાં સોની વેપારી સાથે વિશ્વાસઘાત

રાજકોટના સોની વેપારીનું 76.80 લાખનું સોનુ બંગાળી વેપારી ઓળવી જઈ છેતરપિંડી આચરતા એ. ડિવિઝન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ છે. શ્રી હરી ઓર્નામેન્ટ વાળા વેપારીએ બંગાળી વેપારીને બુટી, બાલી વગેરે સોનાના 1,300 ગ્રામ મીક્ષ દાગીના ઘાટકામ માટે આપ્યાં હતા જેમાંથી આરોપી 500 ગ્રામ સોનુ પરત કરી 800 ગ્રામ પરત ન આપી છેતરપિંડી આચરી હતી.

સોનાના ઘરેણાનું ઘાટકામ કરવા માટે આપતાં હતાં રાજકોટમાં દિગ્વિજય મેઈન રોડ પર પ્રહલાદ પ્લોટમાં રહેતાં તરૂણભાઈ કનૈયાલાલ પાટડીયાએ અબુઝાફર ઝમાદાર બંગાળી સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં છેતરપીંડીની કલમ હેઠળ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ સોની બજાર ગોલ્ડન માર્કેટ પાસે શ્રી હરી ઓર્નામેન્ટ નામની સોનાના જવેલર્સ નામની દુકાન ધરાવી વેપાર કરે છે. દોઢેક વર્ષથી સોની બજાર બોઘાણી શેરી એસ.કે. ગોલ્ડ કોમ્પલેક્ષ બીજા માળે જીયાન જવેલર્સ નામની દુકાન ધરાવતા અબુઝાફર ઝમાદાર બંગાળી જે સોનાના ઘરેણાનું ઘાટકામ કરતા હોય તેને તેઓ સોનાના ઘરેણાનું ઘાટકામ કરવા માટે આપતાં હતાં.

તમારૂ સોનું હું તમને થોડા સમયમાં પરત આપી દઈશ ગઈ તા.5/9/2024ના સાંજના સમયે અબુઝાફર બંગાળીને ફોન કરી દુકાને સોનાના ઘરેણા બાનાવવાનો ઓર્ડર લેવા માટે બોલાવેલ હતો. અબુઝાફર બંગાળીને મહીલાને કાનમાં પહેરવાની બુટી, બાલી વગેરે સોનાના મીક્ષ દાગીના બનાવવાનો ડીઝાઈન સાથે ઓર્ડર આપેલ અને 1300.240 ગ્રામ ફાઈન સોનું આપેલ, તેમણે પાંચ દિવસમાં આ દાગીના બનાવી પરત આપવાનું કહ્યું હતું. 6-7 દિવસ બાદ અબુઝાફર બંગાળીને ફોન કરી સોનાના દાગીના બનાવવા માટે ઓર્ડરના આપ્યો હતો. દાગીના દેવા માટે દુકાને બોલાવેલ અને તેમણે કહ્યું કે, તમારૂ સોનું મારી પાસે બીજા લોકો સોનું માંગતા તેમને દઈ દીધું છે. તમારૂ સોનું હું તમને થોડા સમયમાં પરત આપી દઈશ.

મને મારા ચેક પરત આપી દેજો બાદ તા. 14/9/2024 ના આરોપી દુકાને આવી 400 ગ્રામ ફાઈન સોનુ આપી ગયેલ હતો. ત્યારબાદ તા. 21/9/2024ના આરોપી પાસેથી લેવાનું નીકળતા 900.240 ગ્રામ ફાઈન સોના બાબતે કહેતાં અબુઝાફર બંગાળીએ તેમના ચાર કોરા ચેકમાં પોતાની સહી કરી અને નોટરી કરી આપ્યું હતું અને કહ્યું કે, હુ તમને થોડા સમયમાં તમારૂ સોનું પરત આપી દઈશ અને બાદ મને મારા ચેક પરત આપી દેજો. તા. 14/10/2024ના અબુઝાફર બંગાળી ફરીવાર દુકાને આવી અને 100 ગ્રામ ફાઈન સોનું આપી ગયો હતો. 20 દિવસ બાદ ફરી આરોપીને ફોન કરી બાકી નીકળતુ 800.240 ગ્રામ ફાઈન સોનું પરત આપવા માટે ફોન કરતા અબુઝાફર બંગાળીએ કહ્યું કે, હું તમને થોડા સમયમાં તમારૂ સોનું પરત આપી દઈશ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *