કબજિયાત થઈ જતા યુવકે ગુદાના ભાગે સળિયો ભરાવ્યો

રાજકોટનાં દૂધસાગર રોડ પર એક વિચિત્ર બનાવ સામે આવ્યો છે. જેમાં કબજિયાત થતા યુવાને પોતાના ગુદાના ભાગે સળીયો ભરાવ્યો હતો. જેને લઈને તેને ઇજાગ્રસ્ત હાલતમાં સારવારમાં ખસેડવો પડયો હતો. 21 વર્ષીય યુવાને ગઈકાલે રાત્રીના નવ વાગ્યાની આસપાસ પોતાના ગુદાના ભાગે લોખંડનો સળીયો ભોકાવતા લોહીલુહાણ થઈ ગયો હતો. જે અંગે પરિવારજનોને જાણ થતાં તેને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. બનાવ અંગે પોલીસને જાણ કરાઈ હતી. પોલીસ દ્વારા કરવામાં આવેલી પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ યુવાન પોતાના ઘરે જ લાઈટર બનાવવાનું કામ કરતો હતો. લાંબા સમયથી કબજિયાતની બિમારીથી પીડિત હોવાને કારણે ગઈકાલે કંટાળીને તેણે આ કૃત્ય કર્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *