મેડિકલમાં પ્રવેશ પહેલાં વિદ્યાર્થી-વાલી કોલેજની માન્યતાની ખાતરી કરી

NEET UG પરીક્ષા પૂરી થઈ ગઈ છે. લાખો ઉમેદવારો પરિણામની રાહ જોઈ રહ્યા છે. નેશનલ મેડિકલ કમિશને દેશમાં કાર્યરત અનધિકૃત અને નકલી તબીબી સંસ્થાઓ અંગે ચેતવણી જાહેર કરી છે. વિદ્યાર્થીઓ, વાલીઓને ચેતવણી આપવામાં આવી છે કે, ઘણી કોલેજો NMCની મંજૂરી વિના ચલાવવામાં આવી રહી છે. આ સંસ્થાઓ વિવિધ તબીબી અભ્યાસક્રમોમાં માન્યતા અને પ્રવેશનો દાવો કરીને વિદ્યાર્થીઓ અને વાલીઓને ગેરમાર્ગે દોરે છે. NMCએ આવી અનધિકૃત કોલેજો અંગે એક ગાઈડલાઈન જાહેર કરી છે. મેડિકલ એજ્યુકેશનમાં પ્રવેશ મેળવવા માગતાં વિદ્યાર્થીઓને અસલી અને નકલી સંસ્થાઓ ઓળખવા માટે કેટલાક નિયમો આપવામાં આવ્યા છે. જેનું પાલન વિદ્યાર્થીઓએ પ્રવેશ દરમિયાન કરવું જોઈએ. ધ્યાન રાખવું જોઈએ કે, જો કોઈ વિદ્યાર્થી અનધિકૃત સંસ્થામાંથી સ્નાતક થાય છે તો તે લાઇસન્સિંગ પરીક્ષા એટલે કે FMGE માટે પાત્ર રહેશે નહીં.

{NMCએ ઉમેદવારોને સત્તાવાર વેબસાઇટ www.nmc.org.in પર ઉપલબ્ધ માન્ય મેડિકલ કોલેજોની યાદી તપાસવાની સલાહ આપી છે. આ યાદીમાં સમાવિષ્ટ ન હોય તેવી સંસ્થાઓ અનધિકૃત છે અને નિયમોનું ઉલ્લંઘન કરી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *