દિવાળીમાં સાફ-સફાઇ કરાવવા માણસો બોલાવતા પહેલા સાવધાન

દિવાળીનો પર્વ નજીક આવી રહ્યો છે ત્યારે લોકો પોતાના ઘર તેમજ ઓફિસમાં સાફ-સફાઇ કરતા હોય છે ત્યારે આ સમયમાં કેટલાક લોકો બહારથી માણસો બોલાવી સાફ-સફાઈનું કામ કરાવતા હોય છે તેમના માટે ખાસ અગત્યના સમાચાર છે કારણ કે, રાજકોટ તાલુકા પોલીસ ટીમે એક એવી ગેંગની ધરપકડ કરી છે કે, જે પહેલા ઘરસાફ કરવા બહાને કામ મેળવે છે અને પછી ઘર માલિક ની નજર ચૂકવી રોકડ રકમની ચોરી કરે છે. આ શખસોએ છેલ્લા એક મહિનામાં 4 ઘરને નિશાન બનાવી 34 લાખથી વધુની ચોરી કરી હોવાનું સામે આવતા પોલીસે આરોપીઓની ધરપકડ કરી કુલ 31 લાખથી વધુનો મુદામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.

રાજકોટ શહેર DCP ઝોન-2 જગદીશ બાંગરવાએ જણાવ્યું હતું કે, રાજકોટ શહેરમાં પોશ વિસ્તારની અંદર ઘરની સાફ-સફાઈ કરવા માટે આવતા શખસો ચોરીને અંજામ આપતા હોવાની માહિતી મળી હતી. જે બાદ અલગ-અલગ CCTV ફૂટેજ તેમજ હ્યુમન સોર્સીસ અને ટેક્નિકલ એનાલિસિસ કરી આરોપીઓ સુધી પહોંચવા પ્રયાસ હાથ ધર્યા હતા. આ દરમિયાન રાજકોટ શહેર તાલુકા પોલીસ સ્ટેશન પીઆઇ ડી એમ હરીપરા અને તેમની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે, આ ચોક્કસ મોડેસ ઓપરેન્ડીથી રાજસ્થાની ગેંગ કામ કરી રહી છે અને ચોરીના ગુનાને અંજામ આપી રહી છે, જેના આધારે પોલીસે આજ રોજ મૂળ રાજસ્થાનના સલુમ્બર જિલ્લાના વતની અને રાજકોટના નાના મવા રોડ પર લક્ષ્મીનગર વિસ્તારમાં રહેતા 5 શખ્સોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *