BAPS સ્વામિનારાયણ મંદિરે વૈદિક મંત્રોચ્ચાર સાથે લેપટોપ, ચોપડા, અને ટેબ્લેટની પૂજા કરાઈ

દિવાળીનો મહાપર્વ છે ત્યારે ઠેર-ઠેર દિવાળી નિમિત્તે ચોપડા પૂજનનું આયોજન કરવામાં આવતું હોય છે. જેમાં રાજકોટ કાલાવડ રોડ પર આવેલ BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે પણ ચોપડા પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું. દિવાળીનો દિવસે ધંધા-રોજગાર, વૃદ્ધિ માટે ચોપડા પૂજન માટેનો ઉત્તમ દિવસ માનવામાં આવે છે. વિજ્ઞાન અને ટેક્નોલોજીના યુગમાં કેટલાક ધંધાર્થીઓએ ચોપડા સાથે સાથે લેપટોપ અને કોમ્પ્યુટરની પણ પૂજા કરવામાં આવી હતી. આ સાથે આજે સાંજે હજારો દીવડાની ભવ્ય આરતી કરવામાં આવશે અને બુધવારના રોજ 1500થી વધુ શાકાહારી વાનગીનો અન્નકૂટ પ્રસાદ ભગવાનને અર્પણ કરવામાં આવશે.

સંતો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે આજના આ ચોપડા પૂજનમાં 2000 જેટલા વેપારીઓ એકસાથે સભાગૃહમાં ચોપડા પૂજન કરાવવામાં આવ્યું હતું. જેમાં આજની આ પુજા માટે ઘરો, ગોઠીમડું, કપૂરનું પાન, પુષ્પ, ફળ અને પંચામૃતનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. દિવાળીના તહેવારમાં ચોપડા પુજન સાથે આજે લક્ષ્મીનું પુજન પણ કરવામાં આવ્યું હતું. વર્ષ 2080ના અંતિમ દિવસે ચોપડા પૂજન કરી આવનારું વર્ષ 2081 દરેકને તન, મન, ધનથી સુખ સમૃદ્ધમય થાય અને ધંધા-રોજગારમાં પ્રગતિ થાય. આ સાથે જ શ્રેષ્ઠ ગુજરાત શ્રેષ્ઠ ભારત બને તે માટે અંતમાં આરતી સાથે પ્રાર્થના-પૂજા કરવામાં આવી હતી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *