બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે હેડ કોચ હથુરુસિંઘેને સસ્પેન્ડ કર્યા

બાંગ્લાદેશના હેડ કોચ ચંડિકા હથુરુસિંઘેને બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB)એ શિસ્તભંગના કારણોસર સસ્પેન્ડ કર્યા છે. તેમને 48 કલાક માટે સસ્પેન્ડ કર્યા છે અને આ સમયગાળા પછી તેમને તરત જ બરતરફ કરવામાં આવશે.

બોર્ડે તેને કારણ બતાવો નોટિસ પણ જારી કરી છે. બોર્ડે ફિલ સિમોન્સને ચેમ્પિયન્સ ટ્રોફી 2025 સુધી વચગાળાના કોચ તરીકે નિયુક્ત કર્યા છે.

બાંગ્લાદેશ બોર્ડનો આ નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે ટીમને ભારતના પ્રવાસ પર T20 અને ટેસ્ટ બંને શ્રેણી ગુમાવવી પડી હતી. બાંગ્લાદેશ પાકિસ્તાનને ઘરઆંગણે બે મેચની ટેસ્ટ શ્રેણીમાં હરાવીને ભારતના પ્રવાસે આવ્યું હતું. ભારતમાં બાંગ્લાદેશને પહેલા ટેસ્ટ શ્રેણીમાં 2-0થી અને પછી T-20 શ્રેણીમાં 3-0થી હારનો સામનો કરવો પડ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *