રાજકોટમાં ડુંગળીની નિકાસબંધીનો કંકાસ

ગોંડલ રાજકોટ નેશનલ હાઈવે પર આવેલા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળી લઈને આવેલા ખેડૂતોએ સવારે હરરાજી માં વેપારીઓ નહીં આવતા અને ડુંગળીની નિકાશબંધીના મુદે હલ્લાબોલ મચાવી નેશનલ હાઈવે પર ચક્કા જામ કરી દેતા નેશનલ હાઇવે ની બંને બાજુ બે થી ત્રણ કિલોમીટર સુધી વાહનોની લાંબી કતાર જામી હતી. દરમિયાન દોડી આવેલી પોલીસે ખેડૂતોને સમજાવી અટકી ગયેલો વાહન વ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો. બીજી બાજુ ખેડૂતોએ માર્કેટિંગ યાર્ડના મુખ્ય ગેટ પર એકઠા થઈ દરવાજા બંધ કરી યાર્ડમાં જતા વાહનોને અટકાવી રોષ વ્યક્ત કર્યો હતો. ખેડૂતોએ યાર્ડના ગેટ પાસે ઘેરાબંધી કરી સરકાર વિરોધી સૂત્રોચાર કર્યા હતા. બાદમાં યાર્ડમાં સવારે શરૂ થયેલી હરાજી બંધ કરાવી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ આજે સવારે સૌરાષ્ટ્ર ભરમાંથી ખેડૂતો ડુંગળીના જથ્થા સાથે ગોંડલ યાર્ડ માં પહોંચ્યા હતા. યાર્ડ દ્વારા ગતરાત્રિથી ડુંગળીની આવક શરૂ કરાઇ હોય સવારે 55 થી 60 હજાર ડુંગળીના કટ્ટા ની આવક થઈ હોય ખેડૂતો યાર્ડમાં ઉમટી પડ્યા હતા. પરંતુ ગુજરાત ભરના વેપારીઓએ ડુંગળીની નિકાસબંધીના મુદ્દે હરરાજીમાં ભાગ ન લેવાનો નિર્ણય લીધો હોય યાર્ડ માં સવારે હરરાજીના સમયે વેપારીઓ નહીં આવતા ખેડૂતો રોષે ભરાયા હતા અને . યાર્ડ ની સામે નેશનલ હાઇવે પર પહોંચી ચકાજામ સર્જી દીધો હતો. હાઈવે ની બંને બાજુ વાહનોના થપ્પા લાગ્યા હતા.

ગેટ ને ઘેરાવ કરી સરકાર વિરોધી સૂત્રોચાર કરી હલ્લાબોલ બોલ મચાવ્યો હતો. બાદમાં વિફરેલા ખેડૂતોએ જીરુ, કપાસ, ઘાણા લસણ, ઘઉં જેવી જણસીઓની હરાજી અટકાવી હરરાજી બંધ કરાવી હતી. આમ ખેડૂતોએ ડુંગળીની નિકાસબંધી મુજે સરકારની તીવ્ર આલોચના કરી ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ત્રણ થી ચાર કલાક ઉગ્ર વિરોધ પ્રદર્શિત કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *