બજાજ ફાયનાન્સ લિમિટેડ (BFL)ભારતની ખાનગી ક્ષેત્રની સૌથી મોટી નોન-બેંકિંગ ફાયનાન્સિયલ કંપની(NBFC)અને બજાજ ફાયનસર્વનો ભાગ છે. કંપની દ્વારા 11 જુલાઈએ અમદાવાદમાં સાયબર ફ્રોડ અવરનેસ કાર્યક્રમ ‘નોકઆઉટ ડિજિટલ ફ્રોડ’નું આયોજન કરાયું હતું. જેમાં ડિજિટલ વપરાશકર્તાઓને વિવિધ પ્રકારની ધમકીઓ અને નાણાકીય સુરક્ષા માટેના શ્રેષ્ઠ પ્રયાસો વિશે જાણકારી આપવામાં આવી હતી.
‘નોકઆઉટ ડિજિટલ ફ્રોડ’ કાર્યક્રમ ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઈ) દ્વારા 2024માં જારી કરવામાં આવેલા એનબીએફસી માટેના ફ્રોડ રિસ્ક મેનેજમેન્ટ ગાઇડલાઇન્સ સાથે સુસંગત છે, જે ડિજિટલ ઇકોસિસ્ટમને દરેક માટે સુરક્ષિત બનાવવા તકેદારી, સ્ટાફની જવાબદારી અને જાહેર સહભાગિતા પર ભાર મૂકે છે.
આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય સ્કેમર્સ દ્વારા કરવામાં આવતા સામાન્ય નાણાકીય ફ્રોડ્સ તરફ નાગરિકોનું ધ્યાન દોરવા પર કેન્દ્રિત છે, જેમાં નકલી સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ, વોટ્સએપ ગ્રૂપ્સ અને ફાયનાન્સિયલ કંપનીઓની નકલ કરતી વેબસાઇટ્સનો સમાવેશ થાય છે, જે ખોટી રીતે સંલગ્નતા દર્શાવે છે અને તેમના કર્મચારી હોવાન પણ નકલ કરે છે.
બજાજ ફાયનાન્સના ‘નોકઆઉટ ડિજિટલ ફ્રોડ’ જાગૃતિ પહેલ દરમિયાન પ્રેક્ષકોને સંબોધિત કરતા અમદાવાદ સાઈબર પોલીસ રેંજના પોલીસ ઇન્સ્પેક્ટર, શ્રીમતી મિરલ બોરીચાએ જણાવ્યું હતું કે, “સાવચેત રહેવું અને સોશિયલ મીડિયા પર આવતી આકર્ષક અથવા અવાસ્તવિક રોકાણ યોજનાઓમાં ફસાવું ન જોઈએ અને સંવેદનશીલ માહિતીને હંમેશા સુરક્ષિત રાખવી જોઈએ. સાયબર ફ્રોડને સામાજિક કલંક તરીકે ન ગણવું, તે કોઈની સાથે પણ થઈ શકે છે, પરંતુ “ગોલ્ડન અવર”માં તુરંત જ 1930 પર ફરિયાદ નોંધાવવી જોઈએ, જેથી ફ્રોડને રોકવા માટે તુરંત કાર્યવાહી થઈ શકે.”