રાજકોટમાં રૂ.40 લાખનો ક્લેઇમ મેળવવા માટે બોગસ એમઆઇઆરનો રિપોર્ટ બનાવી તેમજ અન્ય ખોટા કાગળો ઉભા કરી છેતરપિંડી આચરવાના ગુનામાં સંડોવાયેલા આરોપીની જામીન અરજી સેશન્સ કોર્ટે ફગાવી હતી.
રાજકોટના મયૂર છુછાર, ડો.અંકિત કાથરાણી અને સમર્પણ હોસ્પિટલના સ્ટાફે મયૂર છુછારના નામની આઇસીઆઇસીઆઇ લુમ્બાર્ડ જનરલ ઇન્સ્યોરન્સ કંપનીની ક્રિટીસ પોલીસી કઢાવીને પોતાની સારવાર 150 ફૂટ રિંગરોડ પર સમર્પણ હોસ્પિટલ ખાતે કરાવ્યાનું દર્શાવી રૂ.40 લાખના મેડિકલેઇમનો દાવો કર્યો હતો. જેમાં ડો.મેહુલ સોલંકીએ ડાબી બાજુ અને ડો.મનોજ સીડાએ જમણી બાજુ પેરાલિસિસની અસર થયાના બે વિરોધાભાસી કાગળો રજૂ કરતા આ કૌભાંડનો ભાંડાફોડ થયો હતો.
આરોપી હિમાંશુ ગોપાલ રાઠોડ અને હિતેશ રામજી રાવિયાએ જામીન પર છૂટવા અદાલતમાં અરજી કરી હતી. જેનું હિયરિંગ થઇ જતા સરકારી વકીલની દલીલો ધ્યાનમાં લઇ અદાલતે જામીન અરજી નામંજૂર કરી હતી.