સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના બી.એ., બી.કોમ., બી.એસસી સહિતના જુદા જુદા કોર્સના બીજા સેમેસ્ટરની પરીક્ષાનો આજથી પ્રારંભ થઇ રહ્યો છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રના જુદા જુદા કેન્દ્રોમાં 43,281 વિદ્યાર્થી પરીક્ષા આપવાના છે. આ પરીક્ષા માટે યુનિવર્સિટી દ્વારા દરેક કોલેજના આચાર્યોને જરૂરી સુવિધા-વ્યવસ્થા રાખવા સૂચના આપવામાં આવી છે. અગાઉ કોલેજોમાં સીલ લાગવાને કારણે યુનિવર્સિટીની પરીક્ષા એક સપ્તાહ પાછળ ઠેલવવામાં આવી હતી. 27 જૂનથી શરૂ થનારી પરીક્ષામાં સૌથી વધુ બી.એ. સેમેસ્ટર-2 રેગ્યુલરના 16,087 વિદ્યાર્થી અને બી.કોમ. સેમેસ્ટર-2 રેગ્યુલરના 12,348 વિદ્યાર્થી પરીક્ષા આપશે.
બી.એ. સેમેસ્ટર-2 રેગ્યુલરના 16,087 અને એક્સટર્નલના 1925 વિદ્યાર્થી, બી.એ. આઈડી સેમેસ્ટર-1ના 14, બીએસડબલ્યુ સેમ-2ના 396, બીબીએ સેમ-2ના 3329, બી.કોમ. સેમેસ્ટર-2ના રેગ્યુલરના 12,348 અને એક્સટર્નલના 233, બીસીએ સેમેસ્ટર-2ના 6621, બી.એસસી આઈટી સેમેસ્ટર-2ના 520, બી.એસસી સેમેસ્ટર-2ના 1318, બી.એસસી એચએસ સેમેસ્ટર-2ના 201, બી.એ.બીએડ સેમેસ્ટર-2ના 46, એલએલએમ સેમેસ્ટર-1ના 198, એમએ એજ્યુ સેમેસ્ટર-2ના 43 સહિત કુલ 43,281 વિદ્યાર્થીની પરીક્ષા આજથી શરૂ થઇ રહી છે.
એલએલએમનું બીજું સેમેસ્ટર પણ પૂરું થઇ ગયું છતાં સેમેસ્ટર-1ની પરીક્ષા અત્યાર સુધી નહીં લેવામાં આવતા કેટલીક કોલેજના સંચાલકોએ હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા.