ઓટો કોમ્પોનન્ટનું સર્વાધિક ટર્નઓવર ચાલુ વર્ષે ડબલ ડિજિટ ગ્રોથની આશા

દેશની ઓટો કોમ્પોનન્ટ ઇન્ડસ્ટ્રી વર્ષ 2022-23માં સર્વોચ્ચ ટર્નઓવર નોંધાવ્યા બાદ ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન મજબૂત માંગને પગલે વેચાણમાં ડબલ ડિજિટ ગ્રોથ નોંધાવે તેવો આશાવાદ ઓટોમોટિવ કોમ્પોનન્ટ મેન્યુફેક્ચર્સ એસોસિએશન (ACMA) દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો હતો. ગત નાણાકીય વર્ષે સેક્ટરે રૂ.5.6 લાખ કરોડનું ટર્નઓવર નોંધાવ્યું હતું, જેમાં વર્ષ 2021-22ના રૂ.4.2 લાખ કરોડની તુલનાએ 33%ની વૃદ્ધિ જોવા મળી હતી.

વર્ષ 2022-23 દરમિયાન, નિકાસ 5% વધી રૂ.1.61 લાખ કરોડ જ્યારે આયાત 11% વધી રૂ.1.63 લાખ કરોડ નોંધાઇ હતી. રૂ.85,333 કરોડનું અંદાજિત માર્કેટે 15 ટકાનો સ્થિર ગ્રોથ નોંધાવ્યો હતો જ્યારે OEMsને કોમ્પોનન્ટનું વેચાણ 39.5% વધી રૂ.4.76 લાખ કરોડ નોંધાયું હતું. સેમીકન્ડકટર્સની ઉપલબ્ધતા, ઇનપુટ કાચા માલનો ખર્ચ તેમજ લોજિસ્ટિક્સને સંબંધિત સમસ્યાઓ હળવી થવાને કારણે વ્હીકલ ઇન્ડસ્ટ્રી નાણાકીય વર્ષ 2024 દરમિયાન મજબૂત પ્રદર્શન નોંધાવે તેવી શક્યતા છે, જે ઓટો કોમ્પોનન્ટ સેક્ટર માટે સારા સંકેત આપે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *