રાજકોટના શાપર વેરાવળમાં બ્રહ્માકુમારીઝનાં આશ્રમમાં અવારનવાર 2 શખસો તાળા મારી ત્રાસ આપતા હોવાની જિલ્લા કલેકટરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે. આશ્રમના બ્રહ્માકુમારી હીનાબેને એવો પણ આક્ષેપ કર્યો હતો કે, બે દિવસ પહેલા આ શખસો દ્વારા આશ્રમ બંધ કરી દેવામાં આવ્યો હતો અને કલેકટરને રજૂઆત કરીશ તો તારું મર્ડર કરાવી નાખીશ એવી ધમકી આપી હતી. જેનો લેખિત અરજીમાં પણ ઉલ્લેખ છે. આ સાથે જ બે દિવસ પહેલા શાપર વેરાવળ પોલીસ મથકમાં કલાકો સુધી બેસાડી રાખવામાં આવી હોવાના પણ આક્ષેપો કર્યા હતા.
કલેકટરને રજૂઆત કરીશ તો જાનથી મારી નાખીશ લેખિત રજુઆતમાં બ્રહ્માકુમારી હીનાબેનનાં જણાવ્યા પ્રમાણે વેરાવળ શાપરમાં બ્રહ્માકુમારી આશ્રમ 20 વર્ષથી ચલાવીએ છીએ અને સેવાકીય પ્રવૃત્તિઓ કરીએ છીએ. જોકે, છેલ્લા થોડા વર્ષોથી વજુ ગોહિલ અને ગોવિંદ ટોપટા બંને શખ્સો અવારનવાર આશ્રમ ખાતે આવે છે અને તાળા મારી દે છે. આ બંને શખ્સો આશ્રમનો કબ્જો કરવા માગતા હોવાનો પણ આક્ષેપ કરાયો છે. આ સાથે જ કલેકટરને રજૂઆત કરીશ તો જાનથી મારી નંખાવી દેવાની ધમકીઓ પણ આપતા હોવાનુ જણાવ્યું છે.
બંને શખસો સામે કડક કાર્યવાહી કરવા માંગણી બ્રહ્માકુમારી આશ્રમ સામે સાર્વજનિક જગ્યામાં ગેરકાયદે કબ્જો અને સર્વોદય સોસાયટીમાં 500 વાર કબ્જો કરેલ હોવાનો પણ અરજીમાં ઉલ્લેખ છે. જે બાબતે અમોએ અનેક રજુઆતો કરેલ છે. આ બંને વ્યકિતઓ સાર્વજનિક જગ્યા પચાવી ભાડે આપેલ હોવાની મને જાણ હોવાથી મને મર્ડર કરાવી નાખવાની ધમકીઓ આપતા હોય આ બંને શખસો સામે કડક કાર્યવાહી કરવા માંગણી કરી છે.