નંદનવનમાં ઝઘડામાં સમજાવવા ગયેલા યુવાન પર હુમલો

રૈયાધારમાં રામાપીર ચોકડી પાસે ચારબાઇના મંદિર પાસે ભાડાની ઓરડીમાં રહેતા અને મજૂરીકામ કરતા કાળુભાઇ રતુભાઇ દેત્રોજા (ઉ.36) તેના ઘર પાસે હતો ત્યારે તેના જામનગર રોડ પર નંદનવન સોસાયટીમાં રહેતા તેના બનેવી રાજેશભાઇના ઘર પાસે માણસો ભેગા થયા હોય ત્યાં જઇને તપાસ કરતા તેના મોટાભાઇ રાજુભાઇ રતુભાઇ દેત્રોજા પર અમર મનજીભાઇ વઢવાણિયા, તેનો ભાઇ ધરમ અને તેના બે પુત્ર ઉદય અને ટીકુ મારકૂટ કરતા હોય જેથી તેને સમજાવવા જતા તેના પર લોખંડના પાઇપ વડે હુમલો કરી નાસી જતા તેને તથા તેના ભાઇને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાતા પીએસઆઇ શેખ સહિતે તપાસ કરતા રાજુભાઇ આરએમસીના ક્વાર્ટરમાં રહેતા મંગલભાઇના ઘેર ગયા હતા ત્યાં ઊભા હતા ત્યારે ઉદયએ ‘આવી તું અહીં કેમ ઊભો છે’ તેમ કહતા બન્ને વચ્ચે ઝઘડો થયા બાદ હુમલો કર્યો હોવાનુ જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *