ગાઝા સિટી હોસ્પિટલ પર હુમલો, 500નાં મોત

અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેન આજે ઇઝરાયલના પ્રવાસે જઈ રહ્યા છે. ગાઝા હોસ્પિટલ પર હુમલા બાદ તેમણે ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ સાથે વાત કરી હતી. જો બાઇડેને એક નિવેદનમાં કહ્યું, “હું ગાઝાની અલ-અહલી અરબ હોસ્પિટલમાં વિસ્ફોટ અને તેના કારણે થયેલી ભયંકર જાનહાનિથી રોષે ભરાયેલો અને દુઃખી છું.” બાઇડેને તેમની જોર્ડનની મુલાકાત રદ કરી છે.

જોર્ડનના વિદેશ મંત્રી અયમાન સફાદીએ કહ્યું, “જોર્ડનના રાજા અબ્દુલ્લા, ઇજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફતાહ અલ-સીસી અને પેલેસ્ટિનિયન રાષ્ટ્રપતિ મહમૂદ અબ્બાસ સાથે અમ્માનમાં બાઇડેનની સમિટ રદ કરવામાં આવી છે.”

ઇઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધમાં સૌથી મોટા હુમલાના સમાચાર મંગળવારે મોડી રાત્રે આવ્યા હતા. ગાઝા શહેરમાં અહલી અરબ સિટી હોસ્પિટલ પર રોકેટ હુમલામાં 500 લોકો માર્યા ગયા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. હમાસે દાવો કર્યો હતો કે આ હુમલો ઇઝરાયલે કર્યો હતો. સાથે જ ઇઝરાયલે કહ્યું છે કે હોસ્પિટલ પર હુમલામાં તેની કોઈ સંડોવણી નથી.

ઇઝરાયલે એક વીડિયો જાહેર કરીને કહ્યું કે પેલેસ્ટિનિયન આતંકીઓએ હોસ્પિટલની નજીક હુમલો કરી રહ્યા હતા, તેમનું એક રોકેટ આ દિશામાંથી ભટકી ગયું અને હોસ્પિટલ પર પડ્યું. હમાસના દાવા પર ઇઝરાયલના પીએમ નેતન્યાહુએ લખ્યું જેમણે અમારાં બાળકોની નિર્દયતાથી હત્યા કરી છે તેઓ તેમનાં પોતાનાં બાળકોના પણ હત્યારા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *