પડધરીના ન્યારા ગામે વેપારી બંધુ પર હુમલો

પડધરીના ન્યારા ગામે રહેતા અને પાનની દુકાન ચલાવતા લાલજીભાઇ કેશુભાઇ વાઘેલા તેની દુકાને હતા ત્યારે રમેશ દુદાભાઇ મકવાણા અવારનવાર ઉધારમાં વસ્તુ લઇ જતા હોય જેના રૂ.50 હજાર બાકી થઇ જતા અને ઉધારીના પૈસા આપતા ન હોય જે બાબતે એક વર્ષ પહેલાં માથાકૂટ થઇ હતી.

જેનું ગામલોકા દ્વારા સમાધાન પણ થઇ ગયું હતું. છતાં રમેશ દારૂ પી દુકાને આવી ગાળો બોલતો હોય તેના મોટા ભાઇ અરવિંદભાઇ સાથે ગામમાં ઊભા હતા ત્યારે જગદીશ દુદાભાઇ મકવાણા, તેનો ભત્રીજો મિહિર કાંતિભાઇ મકવાણા, જીતુ સોમાભાઇ મકવાણાએ ઝઘડો કરી લોખંડના પાઇપ, ધોકા વડે હુમલો કરી કારમાં તોડફોડ કરી નાસી ગયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *