શહેરમાં આનંદનગર હાઉસિંગ બોર્ડ સરકારી ક્વાર્ટરમાં રહેતા યુવાને પાડોશમાં રહેતા શખ્સોને ગેરપ્રવૃત્તિ બંધ કરવાનું કહેતા ચાર શખ્સે છરી વડે હુમલો કરતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાતા ભક્તિનગર પોલીસે ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરવાની કાર્યવાહી કરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ આનંદનગરમાં બે માળના ક્વાર્ટરમાં રહેતા હરિશભાઇ જેરામભાઇ પરમાર તેના ઘર પાસે હતો ત્યારે પાડોશમાં રહેતા અાશિફ હાસમભાઇ શાહમદાર, મોહસીન હાસમભાઇ શાહમદાર, મુસ્તાક હાસમભાઇ શાહમદાર સહિતના ઊભા હોય જેથી તેને વિસ્તારમાં ગેરપ્રવૃત્તિ બંધ કરવાની સૂચના આપતા તેઓએ ઉશ્કેરાઇ જઇ છરી તેમજ ઢીકાપાટુનો માર મારતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. બનાવને પગલે પીએસઆઇ સામુદ્રે સહિતે ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરવાની કાર્યવાહી કરી છે. જ્યારે બીજા બનાવમાં કોઠારિયા રોડ પર પારસ સોસાયટીમાં રહેતા પીયૂષભાઇ ધીરૂભાઇ ઠુંમરે એકાદ વર્ષ પહેલાં તેના મિત્ર પાસેથી રૂ.20 હજાર હાથ ઉછીના લીધા હતા જેની ઉઘરાણી કરી હતી. જેથી હરિશભાઇએ દિવાળી બાદ પૈસા આપવાનું કહેતા ઝઘડો કર્યો હતો. બાદમાં સમાધાન કરવાનું કહેતા કુબલિયાપરા પાસે સીતારામનગર સ્મશાન પાસે બોલાવી છરી વડે હુમલો કરતા થોરાળા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરી છે.