આટકોટના ઉતારુને કેશોદ બસ રૂટનો લાભ મળશે

બોટાદ કેશોદ નવી બસ શરૂ કરાતા જૂનાગઢ કે વંથલી જવા ઇચ્છુક આટકોટના મુસાફરોને લાંબા અંતરની બસ સુવિધા સાંપડશે અને બસ શરૂ થતાં મુસાફરોમાં આનંદની લાગણી ફરી વળી છે, બસ સવારે સાત કલાકે આટકોટ પહોંચશે તેમ ડેપો મેનેજરે જણાવ્યું છે. બોટાદ ડેપો દ્વારા નવા એસટી બસ કરાઇ, જે બોટાદથી સવારે 5 વાગ્યે ઉપડશે અનેે વીંછિયા, જસદણ, આટકોટ, ગોંડલ, વિરપુર, જેતપુર, જૂનાગઢ , વંથલી થઇને કેશોદ એક કલાકે પહોંચશે.

લાંબા અંતરે જવા માગતા મુસાફરોને આ રૂટનો લાભ લેવા અનુરોધ કરાયો છે, આ બસ સવારે 5 કલાકે બોટાદથી ઉપડશે અને 1 કલાકે કેશોદ પહોંચશે જ્યારે ત્યાંથી તરત પરત આવશે, અગતરાય, વંથલી, જૂનાગઢ, જેતપુર, ગોંડલ, જસદણ , આટકોટ પાળીયાદ થઇ બોટાદ પરત આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *