એશિયન ડેવલપમેન્ટ બેંક (ADB) એ ભારતના શહેરી માળખાગત પ્રોજેક્ટ્સમાં 10 બિલિયન ડોલર, લગભગ રૂ. 86 હજાર કરોડ સુધીના રોકાણ માટે 5 વર્ષની યોજનાની જાહેરાત કરી છે. આ યોજના મેટ્રો રેલ વિસ્તરણ, પ્રાદેશિક ઝડપી પરિવહન કોરિડોર (RRTS) અને સિટી લેવલ સેવાઓ જેવી કે પાણી, સ્વચ્છતા, આવાસ પર ફેકસ કરશે.
ADBના પ્રેસિડેન્ટ માસાતો કાંડાએ 31 મેના રોજ ભારતની મુલાકાત દરમિયાન જણાવ્યું હતું કે આ યોજનામાં સોવરેન લોન, ફાઈવેટ સેક્ટર ફંડિંગ અને થર્ડ પાર્ટી કેપિટલનો સમાવેશ થશે. આ રોકાણ ભારતની ઓર્ગેનાઈઝેશન સ્ટ્રેટેજીને સપોર્શેટ કરશે કારણ કે દેશ 2030 સુધીમાં તેની 40% થી વધુ વસ્તી શહેરોમાં રહે તેવી અપેક્ષા સાથે માળખાગત સુવિધાઓમાં સુધારો કરવાનું લક્ષ્ય રાખે છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની મુલાકાત બાદ, કાંડાએ કહ્યું કે આ પહેલ કનેક્ટિવિટી અને શહેરી સેવાઓમાં સુધારો કરતા પ્રોજેક્ટ્સને સપોર્ટ આપશે. આ ભંડોળ ભારતના અર્બન ચેલેન્જ ફંડ (UCF) દ્વારા કરવામાં આવશે.
જેનો ઉદ્દેશ્ય શહેરના માળખાગત સુવિધાઓ માટે ખાનગી મૂડી આકર્ષવાનો છે. આ પ્રોજેક્ટ્સ ડિઝાઇન કરવામાં અને સ્થાનિક સરકારોને ટેકો આપવા માટે ADB 3 મિલિયન ડોલર(આશરે રૂ. 26 કરોડ)ની ટેક્નિકલ સહાય પણ પૂરી પાડશે.