એશિયન-અમેરિકન યુવાનોને ભૂતકાળનો ડર લાગે છે!

સામાન્ય રીતે ભારતીયોને તેના વારસા પર ખૂબ ગર્વ હોય છે અને તેઓ ખૂલીને દુનિયા સામે તેનો પ્રચાર પણ કરે છે. જોકે, દરેક વ્યક્તિ આમ કરવામાં માનતી નથી. અમેરિકામાં રહેતા ઘણા એશિયન-અમેરિકનો અને એશિયન વસાહતીઓ તેમનો વારસો છુપાવે છે. તેઓ તેમના વારસાનો મોટો ભાગ, જેમ કે તેમના સાંસ્કૃતિક રીતિ-રિવાજો, ખોરાક, કપડાં અને ધાર્મિક પ્રથાઓ બિન-એશિયન લોકોથી છુપાવી રાખે છે. તેઓ ઉપહાસના ડરથી અને ત્યાં દરેક વચ્ચે ફિટ થવાની ઇચ્છાથી આવું કરે છે.

પ્યૂ રિસર્ચ સેન્ટર સરવે અનુસાર પાંચમાંથી એક એશિયન અમેરિકન યુવકે તેના જીવનમાં કોઈ સમયે બિન-એશિયન લોકોથી પોતાનો વારસો છુપાવ્યો છે. અમેરિકામાં જન્મેલા 32% એશિયન યુવાનો અને 15% ઇમિગ્રન્ટ યુવાનોએ આમ કર્યું. અંગ્રેજી બોલનારા વચ્ચે આ વલણ વધુ : મુખ્યત્વે અંગ્રેજી બોલતા એશિયન અમેરિકનો સૌથી વધુ પોતાનો વારસો છુપાવે છે. 29% અંગ્રેજી બોલનારા એશિયન વયસ્કોએ પોતાનો વારસો છુપાવ્યો છે. 14% દ્વિભાષી અને 9% મુખ્યત્વે પોતાની મૂળ એશિયન ભાષા બોલનારાએ આવું કર્યું છે.

વારસો કેમ છુપાવે છે?: નોન-એશિયન લોકોથી પોતાનો વારસો છુપાવવાનું મુખ્ય કારણ છે શર્મિંદગીની ભાવના કે અન્યની સમજની અછત. તેમને ડરે છે કે નકારાત્મક રીતે જોઈ શકાય .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *