ધોરાજી સીટી પોલીસે મણપપુરમ ફાયનાન્સ કંપની સાથે છેતરપિંડી કરનાર આરોપી શખ્સને ઝડપી લઇને તેની સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
ધોરાજી સીટી પોલીસ મથકનાં પીઆઈ રવી ગોધમ, પીએસઆઇ પી.કે ગોહિલ સહિતના પોલીસ સ્ટાફે પોકેટ કોપની મદદથી મણપપુરમ ફાઈનાન્સ ધોરાજી શાખામાં રૂ. 1.25 લાખ તથા આઈઆઇએફએલ ફાઈનાન્સ શાખા નાં રૂ 1.24 લાખ સહિત કુલ રૂ ૨,૪૯૮૫૩ રૂપીયાની ગોલ્ડ લોન અંગે છેતરપિંડી કરવાના કેસમાં પોલીસે આરોપી વિરુદ્ધ બીએનએસ એક્ટની કલમ ૩૧૮(૪) મુજબ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ કેસમાં સંડોવાયેલા આરોપી ઇમરાન અલારસાને ઝડપી પાડીને તેની સામે તપાસ હાથ ધરવામાં આવી છે.આ ગુનાની વધુ તપાસ પીઆઈ રવી ગોધમ ચલાવી રહ્યા છે.