સલમાનના ઘરની બહાર ફાયરિંગ કરનાર 2 આરોપીની ધરપકડ

અભિનેતા સલમાન ખાનના ઘરની બહાર ગોળીબાર કરનારા બે આરોપી ઝડપાઈ ગયા છે. સોમવારે મોડી રાત્રે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની ટીમે ગુજરાતના ભુજમાંથી બંને આરોપીઓની ધરપકડ કરી હતી.

14 એપ્રિલે સવારે 5 વાગ્યે બાંદ્રામાં સલમાન ખાનના ગેલેક્સી એપાર્ટમેન્ટની સામે ફાયરિંગ કરવામાં આવ્યું હતું. બાઇક પર આવેલા બે હુમલાખોરોએ 4 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગ સમયે સલમાન તેના ઘરે હતો.

ઘટના બાદ સલમાનના ઘરની બહાર સુરક્ષા વધારી દેવામાં આવી હતી. ખાનને લોરેન્સ-ગોલ્ડી બ્રાર ગેંગ તરફથી જાનથી મારી નાખવાની ધમકીઓ મળી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *