દિલ્હીમાં એપ્રિલ મહિનો ત્રણ વર્ષમાં સૌથી ગરમ રહ્યો

દિલ્હીમાં પવનની દિશા બદલાવાને કારણે, ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ફ્લાઇટ્સ મોડી પડી રહી છે. છેલ્લા બે દિવસમાં લગભગ 400 ફ્લાઇટ્સ મોડી પડી છે. ખરેખર પવન પશ્ચિમને બદલે પૂર્વથી ફૂંકાઈ રહ્યો છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, સતત વરસાદમાં ઘટાડો અને પશ્ચિમી પવનોના કારણે દિલ્હીનું એપ્રિલમાં તાપમાન અને પ્રદૂષણનું સ્તર ત્રણ વર્ષમાં સૌથી વધુ નોંધાયું છે. આ વર્ષે એપ્રિલમાં દિલ્હીમાં સરેરાશ મહત્તમ તાપમાન 39 ડિગ્રી સેલ્સિયસ હતું. અગાઉ, 2022માં એપ્રિલ સૌથી ગરમ હતો. જ્યારે સરેરાશ તાપમાન 40.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.

બીજી તરફ, હવામાન વિભાગે આજે ગુજરાત, રાજસ્થાન, હિમાચલ પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખમાં હીટવેવ એલર્ટ આપ્યું છે. હવામાન વિભાગનું કહેવું છે કે ઉત્તરપ્રદેશમાં ધૂળની આંધી આવી શકે છે. જ્યારે ઓડિશા, આસામ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ, કર્ણાટકમાં ભારે વરસાદ પડશે.

રાજસ્થાનમાં છેલ્લા એક અઠવાડિયાથી સતત તીવ્ર ગરમી પડી રહી છે. મંગળવારે જેસલમેરમાં 46.5 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જોકે, આજે રાજ્યના 80 ટકા ભાગમાં વરસાદ અને કરા પડવાની ચેતવણી આપવામાં આવી છે. તેમજ, બિહારના 17 જિલ્લાઓમાં વરસાદની ચેતવણી આપવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *