રાજકોટ જિલ્લાના ધોરાજી નગરપાલિકા માટે આજે મહત્વની ઘડીએ ભાજપના શાસન હેઠળ પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેનની નિમણૂક કરવામાં આવી છે. આ નિયુક્તિઓની જાહેરાત બાદ સમગ્ર શહેરમાં ભાજપના કાર્યકર્તાઓ અને રાજકીય આગેવાનોમાં ખુશીની લહેર જોવા મળી છે.
ધોરાજી નગરપાલિકા માટે વોર્ડ નંબર 9માંથી ચૂંટાયેલા સંગીતાબેન બારોટને પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. સંગીતાબેનના નેતૃત્વમાં શહેરના વિકાસકાર્યોને ગતિ મળશે એવી આશા વ્યક્ત કરવામાં આવી છે.
વોર્ડ નંબર 4માંથી ચૂંટાયેલા ચિન્ટુભાઈ રણછોડભાઈ કોયાણીને ઉપપ્રમુખ તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. તેઓ શહેરના નાગરિક સુખાકારીના કાર્યોને પ્રાથમિકતા આપશે એવી અપેક્ષા રાખવામાં આવી છે.