રાજકોટ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે તેમજ દરરોજ એકાદ શંકાસ્પદ કેસ સામે આવી રહ્યો છે. જે અંતર્ગત આજે વધુ એક શંકાસ્પદ કેસ સામે આવ્યો છે. જેમાં મોટામૌવાની 11 વર્ષની બાળકીમાં ચાંદીપુરાનાં લક્ષણો જોવા મળતા તેને સારવાર માટે ખસેડી સેમ્પલ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. જ્યારે અગાઉ દાખલ થયેલી 7 વર્ષની બાળકીનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે.
પ્રાપ્ત વિગત મુજબ આજે મોટામૌવાની 11 વર્ષની બાળકીની તબિયત લથડતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તેનામાં ચાંદીપુરા વાયરસના લક્ષણો જોવા મળતા તેને તરત સ્પેશિયલ વોર્ડમાં ખસેડાઇ હતી અને તેના સેમ્પલ લઈ લેબોરેટરીમાં મોકલી સઘન સારવાર શરૂ કરવામાં આવી છે. જ્યારે ગત તારીખ 20 જુલાઈના રોજ મોકલવામાં આવેલા પડધરીની 7 વર્ષની બાળકીનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. જેને પગલે હવે પોઝીટીવ દર્દીઓનો આંકડો 2 ઉપર પહોંચ્યો છે.