સૌરાષ્ટ્રમાં છૂટો છવાયો વરસાદ ચાલુ રહેતા રાજકોટ સિંચાઇ હસ્તકના 82માંથી 12 ડેમ ઓવરફ્લો થઇ ગયા હતા. જ્યારે રાજકોટની જીવાદોરી સમાન ભાદર ડેમમાં વધુ અડધો ફૂટ પાણી આવતા હવે છલકાવવાનું 14 ફૂટ છેટું હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. જ્યારે શહેરની જીવાદોરી સમાન આજી અને ન્યારી ડેમમાં પાણી ન આવતા તંત્ર ચિંતિત બન્યું છે.
રાજકોટ સિંચાઇ વિભાગના સૂત્રોએ આપેલી માહિતી અનુસાર છેલ્લા 24 કલાકમાં મોજ, સસોઇ, ફૂલઝર-1, વર્તુ-1, પન્ના, ગઢકી, રૂપારેલ, ફૂલઝર કો.બા., સોનમતી, ઊંડ-3, સિંધણી, કાબરકા, મીણસર, વાનાવડ અને સોરઠી ડેમ ઓવરફ્લો થઇ ગયા છે. જ્યારે 23 ડેમમાં નવાં નીરની આવક થઇ છે. છેલ્લા 24 કલાકમાં ભાદરમાં 0.43, મોજમાં 0.89, સોડવદરમાં 0.33, સુરવોમાં 0.33 સહિતના ડેમમાં નવાં નીરની આવક થઇ છે.