રાજકોટ ખાતે 1 જૂન, 2025ના રોજ ગુજરાતની અગ્રણી એગ્રો કેમિકલ્સ મેન્યુફેક્ચરિંગ કંપની ડ્રીમ ફિલ્ડ કેમિકલ પ્રાઇવેટ લિમિટેડે અમેરિકાની જાણીતી કંપની Verdesian Life Sciences સાથે મહત્વપૂર્ણ ભાગીદારી કરી છે. આ અંતર્ગત ટેકનોલોજી અને ઉચ્ચ ગુણવત્તાની ઓછી કિંમતમાં વધુ નફો આપતી કૃષિ દવાઓ માટે સહકાર સંબંધ સ્થાપ્યા છે.
આ ભાગીદારી અંતર્ગત CYTOXL અને Mycorrhizae જેવી ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડની નવી પ્રોડક્ટ્સનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે. આ પ્રોડક્ટ્સ ગુજરાતના તેમજ દેશભરના ખેડૂતોને વધુ ઉપજ, ઓછો ખર્ચ અને આધુનિક ટેકનોલોજીનો લાભ થશે.
ડ્રીમ ફિલ્ડ કેમિકલ પ્રાઇવેટ લિમિટેડ, જેની સ્થાપના 2014માં થઈ હતી. આજે 160થી વધુ વિવિધ કૃષિ રાસાયણિક ઉત્પાદનો બનાવે છે. ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર સહિત અનેક રાજ્યોમાં કંપની કાર્યરત છે અને તે ખેડૂતોને ઉચ્ચ ગુણવત્તાવાળી જંતુનાશક, ફૂગનાશક તથા નિંદામણનાશક દવાઓ પૂરી પાડે છે. ત્યારે અમેરિકન કંપની સાથે ભાગીદારી સંબંધો સ્થાપિત કરી ખેડૂતોને વધુમાં વધુ કેવી રીતે મદદરૂપ થઈ શકાય તે હેતુથી આ કંપનીની સફળતામાં વધુ એક પીંછુ ઉમેરાયું છે.