ગોંડલમાં અલ્પેશ કથીરિયા અને ગણેશ ગોંડલ જૂથ વચ્ચેના વિવાદમાં નવો વળાંક આવ્યો છે. બંને પક્ષો સામે રાષ્ટ્રધ્વજના અપમાન બદલ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ગોંડલમાં અલ્પેશ કથીરિયા અને ગણેશ ગોંડલ જૂથ વચ્ચે થયેલા ઘર્ષણ બાદ હવે સામસામે પોલીસ ફરિયાદનો દોર શરૂ થયો છે. બંને પક્ષો વિરુદ્ધ પોલીસે વધુ એક ફરિયાદ નોંધી છે. અલ્પેશ કથીરિયાના સમર્થકની કારમાં લગાવેલ રાષ્ટ્રીય ધ્વજ તોડનાર અને લગાવનાર વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
ભારતનો રાષ્ટ્રધ્વજ લગાડવાનો કોઇ વિશેષાધિકાર નહી લેવા છતા પોતાની કાર પર રાષ્ટ્ર ધ્વજ લગાવ્યો હતો. જ્યારે રાષ્ટ્ર ધ્વજ તોડનાર ગણેશ ગોંડલ સમર્થક સામે પણ પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
અલ્પેશ કથીરિયા અને ગણેશ ગોંડલ વચ્ચેના વિવાદમાં એક પછી એક ફરિયાદ થવા લાગી છે. અલ્પેશ કથીરિયાના સમર્થકની કારમાં લગાવેલ રાષ્ટ્રય ધ્વજ તોડનાર અને લગાવનાર વિરુદ્ધ ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે.