અરિહાને જર્મનીથી પરત લાવવા વધુ એક પ્રયાસ

મુંબઈમાં જર્મન કોન્સ્યુલેટ ખાતે એક મહત્વપૂર્ણ બેઠકમાં, મહારાષ્ટ્રના કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગસાહસિકતા મંત્રી મંગલ પ્રભાત લોઢાએ જૈન સમુદાયના પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કર્યું હતું, જેમાં 4 વર્ષની ભારતીય બાળકી અરિહા શાહને તાત્કાલિક સ્વદેશ પરત મોકલવાની અપીલ કરવામાં આવી હતી, જેને જર્મન ફોસ્ટર કેરમાં અનાથની જેમ રાખવામાં આવી અને તેના સાંસ્કૃતિક મૂળથી દૂર રાખવામાં આવી હતી. જો કે જર્મન કોન્સ્યુલેટના કહેવા પ્રમાણે, અરિહા કેસમાં ભારત હેગ કન્વેન્શનમાં સહીકર્તા ન હોવાની બાબત અવરોધરૂપ બની રહી છે. આ મામલે જૈન સમુદાયે ચિંતા વ્યક્ત કરી હતી.

“જર્મની એક ભારતીય બાળકને કેટલો સમય રોકશે જેનો પોતાનો દેશ તેની સુરક્ષા માટે તૈયાર છે?” પ્રતિનિધિમંડળે અરિહા શાહના ભાવિ જીવન અંગે જર્મન સરકારના વલણને સમજવાનો પ્રયાસ કર્યો. બાળકના માતાપિતાની કસ્ટડીનો કેસ હવે કોર્ટમાં સુનાવણી હેઠળ નથી, પરંતુ તેમ છતાં જર્મન સરકારે ભારતીય બાળકની કસ્ટડી કેમ રોકી રાખી છે અને ભારત સરકાર દ્વારા પસંદ કરાયેલા તેના સંબંધીઓ અથવા જૈન પરિવારને કસ્ટડી ટ્રાન્સફર કેમ કરવામાં આવતી નથી.

પ્રતિનિધિમંડળે ભાર મૂક્યો હતો કે જર્મન પાલક ગૃહમાં અરિહાનું સાંસ્કૃતિક મૂળ ભૂંસી નાખવું અને જર્મન અધિકારીઓ દ્વારા ભારતીય બાળ સુરક્ષા પ્રણાલીનું મૂલ્યાંકન કરવામાં વિલંબ સમગ્ર જૈન સમુદાય માટે ચિંતાનો વિષય છે કારણ કે આ વલણ ભારતીય બાળકીના જર્મનીકરણ તરફ દોરી જાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *