જસદણ તાલુકા સહકારી સંઘની ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ

જસદણ તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘની 11 બેઠકોની ચૂંટણીનું જાહેરનામું ચૂંટણી અધિકારી અને જસદણના મામલતદાર એમ.સી.રાજ્યગુરુ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.જસદણ મામલતદારે જારી કરેલા જાહેરનામા મુજબ 5 ફેબ્રુઆરી સુધી સવારે 11 થી બપોરે 3 કલાક સુધી ઉમેદવારીપત્રો જસદણ મામલતદાર કચેરી ખાતેથી મેળવી શકાશે. ઉમેદવારીપત્રો રજૂ કરવાની છેલ્લી 6ઠ્ઠી ફેબ્રુઆરી છે. આ દિવસો દરમિયાન ભરાયેલા ઉમેદવારીપત્રોની યાદી પ્રસિદ્ધ કરાશે.

7મી ફેબ્રુઆરીએ ઉમેદવારીપત્રોની ચકાસણી થશે. જ્યારે 8 તથા 9મી ફેબ્રુઆરી સુધીમાં ઉમેદવારીપત્રો પાછા ખેંચી શકાશે. હરીફ ઉમેદવારોની આખરી યાદી પ્રસિદ્ધિ 12મી ફેબ્રુઆરીએ બપોરે 12 કલાકે થશે.મતદાન 22મી ફેબ્રુઆરીએ સવારે 9 થી બપોરે 3 કલાક સુધી જસદણ મામલતદાર કચેરી ખાતે થશે. જ્યારે મતગણતરી પણ આ જ દિવસે બપોરે 3.30 કલાકે કરાશે અને ત્યારબાદ ચૂંટણીનું પરિણામ જાહેર કરાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *