રાજકોટ જિલ્લાના ગોંડલ ખાતે રહેતા રાજસ્થાની યુવાન રાજકુમાર જાટના મોત કેસમાં આજે એક મહિનો થવા છતાં પરિવારને ન્યાય નહિ મળતા આક્રોશ સાથે આજે પણ પરિવાર એક જ માગ કરી રહ્યો છે. સમગ્ર મામલે કેસની તપાસ CBIને સોંપવામાં આવે તેવી માગ કરવામાં આવી રહી છે. વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ તેમજ હેઝટેગ ટ્રેન્ડિંગ અને સડકથી લઇ સદન સુધીના આ આંદોલનમાં હવે કેસની તપાસ CBIને સોંપવામાં આવે તેવી માગ કરવામાં આવી રહી છે.
એક મહિનો થયો છતાં કાર્યવાહી કડક કરવામાં આવી નહીં રાજકુમાર જાટ મોત કેસમાં આજે એક મહિનો થવા છતાં પણ મૃતકના પરિવારજનો ન્યાયની માગ સાથે લડી રહ્યા છે. આજે તેમના એડવોકેટ જયંત મૂંડએ જણાવ્યું હતું કે, દેશ-વિદેશમાં વિકાસના મોડલ તરીકે ઓળખાતું ગુજરાત એ એવી ભૂમિ છે જ્યાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી, એકતાના પ્રતિક ભારતના પ્રણેતા સરદાર વલ્લભભાઈ પટેલ, દયાનંદ સરસ્વતી, અવકાશ કાર્યક્રમના પિતા વિક્રમ સારાભાઈ, દેશના વેપારી જગતના ટાટા અને અંબાણી, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ ત્યાંના વૈશ્વિક રાજકીય પક્ષોના ગુજરાતના વતની છે. સમગ્ર મામલે આજે એક મહિનો પૂર્ણ થવા છતાં કોઈ કાર્યવાહી કડક કરવામાં આવી નથી.
CBI તપાસ સોંપવા PM મોદીને અપીલ તેમને વધુમાં જણાવ્યું હતું કે, હેઝટેગ ટ્રેન્ડિંગ, વિધાનસભા લોકસભામાં રજૂઆત બાદ હવે વીડિયોના માધ્યમથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અપીલ કરવા માગીએ છીએ કે ગુજરાતમાં ગોંડલની અંદર બાહુબલીઓનું રાજ છે તેને દૂર કરી લોકતંત્ર પર ભરોસો આવે તે રીતે આ કેસની તપાસ CBIને આપવામાં આવે અને રાજસ્થાન વાસીઓને ન્યાય અપાવવા મદદરૂપ બને તેવી અપીલ તથા વિનંતી કરી રહ્યા છીએ.