ઉપલેટામાં સાર્વજનિક પ્લોટમાં પાલિકાએ કાટમાળ ઠાલવતા રોષ

રાજકોટના ઉપલેટામાં સાર્વજનિક પ્લોટમાં પાલિકા દ્વારા કાટમાળ ઠાલવી દેવાતા સ્થાનિક મહિલાઓમાં રોષની લાગણી જોવા મળી રહી છે. કાટમાળથી જીવજંતુઓ ઉદભવતા હોવાથી આસપાસના લોકોનું જીવવું મુશ્કેલ બન્યું છે. આ અંગે લાંબા સમયથી અનેકવાર રજૂઆતો કરવા છતાં સમસ્યાનો ઉકેલ નહીં આવતા મહિલાઓએ આજે ચીફ ઓફિસરને ઉગ્ર રજૂઆતો કરી હતી. જેમાં ચીફ ઓફિસર અને સ્થાનિક મહિલાઓ વચ્ચે તું તું મેં મેં જેવા દ્રશ્યો સર્જાયા હતા. આ તકે ચીફ ઓફિસર દ્વારા મીડિયાને પણ બહાર કાઢવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો.

મળતી માહિતી અનુસાર ઉપલેટા શહેરના વોર્ડ નંબર 2, દ્વારકાધીશ વિસ્તારમાં રહેતી મહિલાઓએ તેમના રહેણાંક વિસ્તારમાં આવેલા ખુલ્લા પ્લોટમાં છેલ્લા એક વર્ષથી ઉપલેટા નગરપાલિકા કચેરી દ્વારા ઠલવવામાં આવેલા કાટમાળ હટાવવા માટેની અનેક લેખિત-મૌખિક ફરિયાદો કરી હતી, ત્યારે આ ફરિયાદનું છેલ્લા એક વર્ષથી કોઈ પણ પ્રકારનું નિવાળો નહીં આવતા અને વારંવાર મૌખિક ફરિયાદો કરવા છતાં તંત્ર કામ કરવાની તસ્દી ન લેતા મહિલાઓ રોષે ભરાઈ હતી. તેથી ઉપલેટા નગરપાલિકા કચેરી ખાતે ચીફ ઓફિસરને ફરિયાદ કરવા પહોંચી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *